Gujarati Quote in Poem by Bhavna Jadav

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એજતો પ્રેમ છે..

તૂટેલો સબંધ એક ભારેલા અગ્નિ જેવો હોયછે..
જરા કોઈએ રાખ ખોટરવાનીકોશિશ કરી કે ફૂંક મારી નીચે કોલસા સળગી ઉઠેછે.

પણ જેણે એ અંગારા પાર પ્રેમાળ લાગણીઓ ને સ્નેહરૂપી રુપી પાણી છાંટીને આગ ને ઠારી છે ને ..

બોસ એજતો પ્રેમ છે..


કોઈ સુકાયેલા પર્ણો પર એકાદ ઝાકળબિંદુ ઉપજે ને જે નરમાશ એ પાંદડામાં આવી જાય છે..ને..

બોસ એજતો પ્રેમ છે..

કોઈ અકાળે મૃત્યુ પામતા શબ પર પ્રેયસીનો પતંગિયા સમો કોમળ સ્પર્શ થતા જ જીવ આવે ને જેમ બેઠો થયી જાય છેને..

બોસ એજતો પ્રેમ છે..

કોઈ અકારણ ઉદાસીઓની લાગણીઓ વચ્ચે પણ કોઈની સાથે ગાળેલી પ્રેમાળ ક્ષણો યાદ આવતા જ ચહેરો જે ખીલી ઉઠેછે ને ..

બોસ એજતો પ્રેમ છે...

ક્યારેક રડતા રડતા પણ કોઈ પાસે આવીને જાણે આપણાં આંસુ લુછતું હોય એવો અહેસાસ થાય ત્યારે જે  હળવી સ્માઈલ આવી જાયછે ને..

બોસ એજતો પ્રેમ છે..

લાખ ટેનશન હોય આખા દિવસમાં કામની અને સાંજના જે વ્યક્તિનો ફક્ત ચહેરો જોવા માત્રથી સ્ફૂર્તિથી દિલ ઉછળી પડે છેને..

બોસ એજતો પ્રેમ છે..

ચાલતા ચાલતા અચાનક દિલ ની નજીક નું વ્યક્તિ એકદમ સામે આવી જાય અને દિલ એક ક્ષણ માટે સ્તબ્ધ થઇ  ધબકારો ચુકી જાયછે ને..

બોસ એજતો પ્રેમ છે..

આમ પ્રેમની કોઈ વ્યાખ્યા ન હોય કોઈના અહેસાસ ને કોઇની  હાજરીને કોઈના હુંફાળા અનુભવ ને દૂરથી પણ મહેસુસ કરતા જે તાજગીનો આનંદ આવે છે ને..

બોસ એજતો પ્રેમ છે...💓👩😇✍️ભાવુ જાદવ

Gujarati Poem by Bhavna Jadav : 111427000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now