ચાહત.......
પ્રણય ના સુર બોલાવે છે મને,
શું એ સુર સભળાતા નથી તને?
જીવન માં સાચો પ્રેમ કર્યો છે તને?
જયારે પણ દુઃખી જોઉં છું તને
અનેક ઘણું દુઃખ થાય છે મને
એકવાર હસી દે તું મને
ફૂલો થી વધાવિશ હું તને
તરશે છે આ આંખો મારી જોવા તને
પણ નયન એ તારા વાગે છે મને
મારા પ્રેમ ની મજાક લાગે છે તને?
હ્રદય પર ભાર લાગે છે મને
તારામાં ખામી કોઈ ના દેખાય મને
મારા પ્રેમ ની હકીકત ના સમજાય તને
હાં કહીશ તો કરીશ પ્રેમ તને
ના કહીશ તો પુજીશ તને...