સાદો ! ... હું અને ઢોસો
દક્ષિણનાં સ્વાદનગર નો પ્રવાસ
માણીયે શ્રીમાન ઢોસા નો સહવાસ.
ખીરું પ્રસરે જાણે દરિયા કિનારે લહેરો
નાનકડા છિદ્રો યાદ અપાવે ચંદ્રમાનો ચહેરો.
તેલ - પાણી નો હળવો છણકો
લાગે પ્રથમ વરસાદ નો મણકો.
એકલતામાં ઢોસાનાં સાથી ધાણા
એકથી ધરાય નહીં ભરાય સૌનાં ભાણા.
પૂછતાં નહીં ક્યાં ગયા કાંદા બટાકા
લોક ડાઉન માં ન યાદ અપાવો ચટાકા.
સાદાઈ નો પણ એક અલગ જુસ્સો
જેવો હું એવો સાદો મારો ઢોસો
✍🏿..પંકિલ દેસાઈ