યાદો તમારી મને સતત અથડાય છે,
પણ તમને ક્યાં અમારી વ્યથા સમજાય છે.
કરાવો તપાસ બોલાવી તબીબને તો ખબર પડશે,
તમારા સ્મરણથી હૃદય કેટલું મુંઝાય છે.
અગર કરવો જ હોય ઘા તોહ જણાવીને કરજો,
ધિક્કારતા અમને તમારી આત્મા ક્યાં કંપાય છે.
કંઈ કેટલુંય ગુમાયું પામવા માત્ર આપ એકને
પણ પ્રેમ અમારો ક્યાં તમને દેખાય છે.