#વરરાજા
સ્વપ્ન સેવ્યું પીયૂનું મારા...
સજીધજીને વાટલડી જોવ છું બારણે...
ક્યારેક મુસ્કુરાઉ છું...
ક્યારેક શરમાઉ છું
પિયુની પ્રતીક્ષામાં...
આવ્યો મારો માણીગર એક દિવસ...
બની વરરાજા અર્પણ કર્યું પુષ્પ
ચરણોમાં મારા માત પિતાને
અને માંગી લીધો હાથ મારો પાણીગ્રહણ માટે...
લઈ ગયો નવવધૂ બનાવી પોતાના
આશિયાનાની રાણી બનાવવા..