કબૂલ થાય દુવાઓ જરૂરિયાત મુજબ,
મળે કદાચ વ્યથાઓ જરૂરિયાત મુજબ.
થવું ના બેદિલ એવું કે કોઈ સાથ ના દે,
કરાવવાના ઠરાવો જરૂરિયાત મુજબ.
જરૂરી છો અમને એ રિતે મરીઝને કો,
જરૂરી હોય દવાઓ જરૂરિયાત મુજબ.
કરાવ ઓળખ પણ ભૂલવાનું હોય નહીં,
કો ભૂત ભાવિ પડાવો જરૂરિયાત મુજબ.
દિવો તો આ બળશે રોકવાનું કોણ કરે?
હા, ચાલવાની હવાઓ જરૂરિયાત મુજબ.
મરણ ના થાય કદી, થોડું થોડું અક્ષ મરે,
છે રોજ રોજ ઘવાતો જરૂરિયાત મુજબ.