સાવધ રહેજો.
દસ કન્યાઓ દીવો સળગાવીને વરરાજાને મળવા ગઈ. તેઓમાં પાંચ મૂર્ખ અને પાંચ સમજદાર હતી. મૂર્ખ કન્યાઓએ દીવા તો સાથે લીધાં પણ વધારાનું તેલ સાથે ન લીધું જ્યારે સમજદાર કન્યાઓએ દીવીઓની સાથે પૂરતું તેલ પણ કુપ્પીમાં લીધું. વરરાજાને આવતા મોડું થયું તેથી કન્યાઓ ઝોકાં ખાવા લાગી અને ઊંઘી ગઈ. મધરાતે પોકાર પડ્યો "વરરાજા આવી ગયા છે તેમને મળવા માટે આવો. " દસ કન્યાઓ જાગી ગઈ અને દીવા સળગાવ્યા. મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓ ને કહ્યું "તમારી પાસે જે તેલ છે તેમાંથી અમને પણ થોડું આપો, કારણ અમારા દીવા ઓલવાઇ રહ્યા છે." સમજદાર કન્યાઓ એ કહ્યું,"ના, આપણા બધાને પૂરતું થઈ રહે તેટલું નથી. બજારમાં જઈને ખરીદી લાવો "તેથી મૂર્ખ કન્યાઓ તેલ ખરીદવા ગઈ. તેવામાં વરરાજા આવ્યા. જે પાંચ કન્યાઓ તૈયાર હતી તે વરરાજા સાથે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું.
પાછળથી બીજી પાંચ કન્યાઓ પણ આવી પહોંચી. તેઓ એ બૂમ પાડી કહ્યું, " પ્રભુ અમારા માટે બારણું ઉઘાડો! "-પણ વરરાજા એ જવાબ આપ્યો "હું તમને ઓળખતો જ નથી. "
- માટે સાવધ રહો, કારણ કે તે દિવસ અને ઘડી ની કોઈ ને પણ ખબર નથી. જ્યારે ઈશ્વર આવી પહોંચશે. "