::::::::::::: નથી હું શાયર નથી કોઈ કાયર :::::::::::
નથી હું શાયર નથી કોઈ કાયર,
હૃદયના દર્દને કરું માત્ર હું ફાયર.
હૃદય રૂપી બંધુક છે મુજ પાસે,
શબ્દો રૂપી બુલેટ છે મુજ પાસે.
દુશ્મન છે અહીં પીઠની પાછળ,
નથી આવતા કદી મુજ આગળ.
તાકાત હોય આવે મુજ આગળ,
ખુલા મેદાને આવે મુજ આગળ.
યા હોમ કરીને હું પડીશ પાછળ.
ફતેહ મ્હારી જ દેખાય આગળ.
એકલો છું મને એકલો રહેવા દો,
જીવું હું મને એકલો જીવવા દો.
નથી જોઇતી સહાનુભૂતિ તમારી,
નથી જોઈતો કોઈ સંબંધ તમારો.
થાકી ગયો છું હું દુનિયાથી આજે,
હારી નથી ગયો હું મારાથી આજે.
લડી લઈશ હું એકલા જગ સાથે,
બદલાઈ જઈશ હવે સમય સાથે.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૦૭/૦૫/૨૦૨૦
સમય:- ૧૨.૨૨
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::