તારા વિના જીવન જીવવું કપરું લાગે,
જો તું સાથે હોય,
તો આ વિષના ઘૂંટડા પણ અમૃત લાગે
તારા વિના હસવું નિરસ લાગે,
જો તું સાથે હોય,
તો આ ખારા આંસુ પણ મીઠા લાગે
તારા વિના આ મહેલ પણ બંજર લાગે,
જો તું સાથે હોય,
તો આ વગડા પણ સુંદર લાગે
તારા વિના આ સહજ સમય પણ દુઃખમય લાગે,
જો તું સાથે હોય,
તો આ કપરો સમય પણ સુખમય લાગે
તારા વિના આ દરેક ક્ષણ રંગહીન લાગે,
જો તું સાથે હોય,
તો આ જીવનની અંતિમ ક્ષણો પણ રંગીન લાગે