જીંદગી પણ અજીબ છે....
જવું હતુ મારે જે, પંથે જઇ ના શકી
થવું હતુ મારે જે, એ થઈ ના શકી
ચારે તરફ જીવન વન ઘનઘોર છે
ખુદ ને શોધવા નીકળી મને, પણ શોધી ના શકી
મુશળધાર વરસાદ મને, ભીંજવી ના શક્યો
આંસુ નું એકાદ ટીપુ મને, ડુબાવી ના શક્યું
કાળી રાત્રી મને એમજ, ડરાવી ના શકી
ઘૂઘવતા સાગર વમળ માં હું, પથ્થર સમ કોરી
પાણી થવું તું પણ, થઇ ના શકી
ખુદ ને મળવા ઝંખતી હું મને, શોધ્યા છતાં મેળવી ના શકી
વીસરવું છે મારે જીવન માં જોયેલું સ્વપ્ન
કારણ....
જે પંથે જવું હતું અસી એ પંથે જઇ ના શકી.
#વીસરવું #