અઢળક વાર મહાભારત નિહાળ્યું પુરા ભક્તિ ભાવથી....ગીતા ના કર્મનાં અઢાર અધ્યાય નું પણ જ્ઞાન મેળવ્યું.....
પણ કુંતી ના એ પ્રહાર...અભિમન્યુ વધ સમયે શ્રી કૃષ્ણ પર થયા અને તેનો જવાબ શ્રી કૃષ્ણે આપ્યો તે રદય ને સ્પર્શી ગયો..
" કૃતાએ શ્રી કૃષ્ણ ને રડતા રડતાં કહ્યું હે કાન્હા તુ તો ભુત ભવીષ્ય વર્તમાન ત્રણે કાળ જાણે છે...અને તને ખબરજ હતી કે કાલે યુધ્ધમાં શું થવાનું હતું..તુ જાણી બુજી અર્જુન ને યુધ્ધ ભુભીથી દુર લઈ ગયેલ અને અભીમન્યુને યુધ્ધમાં એકલો મુકી ગયેલ, અને મારી બાંધેલ રાખડી ઉંદર બની તે અભિમન્યુ ના હાથેથી તોડેલ...એટલા માટે કે અભિમન્યુ તારો કાળ હતો,
ત્યારે શ્રી કૃષ્ણે દુખી ભાવે કહેલ કે
એ વાત ખરી છે કે
"यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदाऽऽत्मानं सृजाम्यहम्।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।।
પરંતું સહુથી દુખદ વાત તો એ છે કે હું સ્વયં પુરસોતમ હોવા છતા ત્રણે કાળ નું જ્ઞાન કે ત્રણે કાળ નું આયોજન કરનાર હું ખુદ હોવા છતાં...બધું નજર સમક્ષ નીહાળતો હોવે છતા , ધણી વખત હું કાઈ નથી કરી શક્તો, તે મારી વીડંબણા છે ..
કારણ કે દરેકે કરેલા કર્મ તો દરેકે ભોગવવાજ પડે છે' તેમાં હું ચાહીને પણ હસ્તક્ષેપ નથી કરી શક્તો...
જો આવું થઈ શકાતું હોત તો..
પાંડવોની લાક્ષાગ્રહ 'દ્રોપદીનું ચીરહરણ, મહાભારત નું યુદધ , અને આવા અનેક ઘટનાઓ ને મે રોકી દીધી હોત..
પરંતું કર્મનો સિધ્ધાંત છે કે જેવું કરશો તેવું ભરશો...ચાહે ન ચાહે કર્મ કોઈનો પીછો નથી છોડતો અને તેનું પરીણામ દરેક પ્રાણીએ ચાહે ન ચાહે દરેકે ભોગવવું જ પડે છે...
અને આમ કહેતા શ્રી હરી વિષ્ણુ અવતાર શ્રી કૃષ્ણે પોતાને શહુથી વધું દુખી વ્યક્તિ પોતે ખુદ છે તેની કરુણા અને કઠીનાઈ જણાવેલ
જય શ્રી કૃષ્ણ
Raajhemant