હું મુક્ત ગગન નું પંખી
મને ઉડવું ઊંચે આકાશે
મને ફાવે ના જો ધરતી
ઉડી જાઉં પતંગિયું થયી
મન મોર બનીને આંગણે
મારા પગ નાચે કેવા થૈ થૈ
એવા દરિયાના મોજાથી
નિશદિન ખૂબ વ્હાલે ભીંજાતી
આડંબર ને ત્યજી આઘા
જોને પહેરું ભગવા વાઘા
તને મળવા કાજે મન માં
જાણે જળ ઝાંઝવા રણમાં
નથી હવે તારો મોહ નયનને
હું અંબર આંબુ નિલ ગગનને
હું મુક્ત ગગનનું પંખી
"ભાવુ" ઉડવું ઊંચે આકાશે