હું કરું છું તલાશ મારામાં,
છે ખરો કોઈ શ્વાસ મારામાં?
હું તમારો રહીશ હંમેશા,
એટલો છે વિશ્વાસ મારામાં.
ગેરહાજર રહો તમે જ્યારથી,
ત્યારથી થ્યો ખલાસ મારામાં.
ના ખબર કે કમી હશે શું એ,
ક્યાંક છે તું ઉદાસ મારામાં!
ને થવાનો હતો થઈ ગ્યો એ,
ના થશે કો વિનાશ મારામાં.
મેળવી ના શકો તમે એ અક્ષ,
પ્રાણ પંખેરું નાશ મારામાં.