કોઈને વહાલા થવાની બહુ અઘરી આ વિધિ છે,
હું તારી વાત કરું છું, ને તે મારી વાત કીધી છે !
આવે સારી વાત તારી, અઢળક શુભેચ્છા મારી,
મારી વાત આવી તો બહુ કરકસર તે દીધી છે !
સાચી ખોટી તે તો બહુ જ વાહવાહી કરી છે,
ખોટાને ખોટું કહેવાની આદત મેં મારી લીધી છે !
છે અહીં બડડપ્પનનો સીધો એમનો આ નિયમ,
પહેલી છે હોશિયારી સાથે શુ ચાટુ-કારીતા કીધી છે ?
જોયું મેં થોડું ડોકી તો સાહિત્ય સંગમ નથી બાકી !
કોઈએ મારી વાહવાહી કરી, કોઈએ તારી કીધી છે.
માણસ તને કહું તો માણસની છે આ જ ફિતરત,
કોણે ને કોને વ્હાલા થવાની શોધી આ વિધિ છે ?
©પીયૂષ કુંડલીયા