ધોમ ધખતા તાપમાં પગે ચાલીને જે ઘરે જાય, તેને 'કોરોના વોરિયર' કહેવાય? (50 રૂપિયા એક્સ્ટ્રાવાળી) શ્રમિક ટ્રેનમાં બેસવા માટે પૈસા ના હોય અને છતાં ય પરિવાર પાસે પહોંચવાનું હોય, તેને 'કોરોના સામે યુદ્ધ' કહેવાય? રસ્તામાં પોલીસ માર મારે, છતાં જે 'સાહસ'થી યાત્રા ચાલુ રાખે, તે ફૂલ વર્ષા માટે લાયક ગણાય? 45 વર્ષનો બાંધકામ કામદાર, વિશ્વનાથ શિંદે, તેની 70 વર્ષની અંધ અને અપાહીજ કાકી, વચેલાબાઈ નાહીને, નવી મુંબઈથી ઊંચકીને 459 કિલોમીટર દૂર અકોલામાં આવેલા ગામડે જઈ રહ્યો છે. "કાકીના પરિવારમાં બધા જ મરી ગયા છે. એ સાવ જ એકલી છે," શિંદેએ કહ્યું હતું. શિંદેની સાથે તેની પત્ની, બે બાળકો અને એક અંધ બહેન પણ આ 'યાત્રા'માં સામેલ હતી.
-F. B. Post- Raj👇🏿