ઘણા સમય પહેલાની આ વાતછે જયારે મારી મોટી બેબી દશ ધોરણમાં ભણતી હતી ત્યારે મે તેને એક સેમસંગ નો કિપેડ મોબાઇલ ગીફ્ટમાં આપ્યો હતો ત્યારે તે સમયે ટચ સ્ક્રીન મોબાઇલનો જમાનો ના હતો
તે રોજ સ્કુલે લઇ જાય આમ જોવા જઈએ તો સ્કુલમાં મોબાઇલ લઇ જવાની રજા ના હતી પણ જયારે ક્લાસ ચાલુ થાય ત્યારે તે મોબાઇલ સ્વીચ ઓફ કરી દેતી હતી..ને રિસેસના સમયે સ્વીચ ઓન કરી દેતી..
આ સમયે મારા મહોલ્લામાં એક છોકરી રહેતી હતી તેના મમ્મી પપ્પા બહુજ જુનવાણીના હતા તેથી તેની પાસે કોઇ મોબાઇલ હતો નહીં આમેય તે સમયે છોકરીઓ વધારે મોબાઇલ વાપરતી ના હતી એક કહેવત હતી કે મોબાઇલના વપરાશથી છોકરીઓ જલદી બગડી જતી હોયછે.
આ બાજુ મારી બેબીને રોજ મોબાઇલ વાપરવા જોઈએ કારણકે તેના ગ્રુપમાં બધાની પાસે મોબાઇલ હતા ને મને એ બાબતે કોઇ જ વિરોધ હતો નહીં..
તો પેલી છોકરીની મમ્મીએ તેને એવી સલાહ આપી કે જો બેટા તુ પેલી બિજલ સાથે વધુ વાતચીત કે વધુ સંબંધ રાખીશ નહી કારણકે તે મોબાઇલ વાપરે છે આથી તેનો વ્યવહાર કે ચાલચલગત સારો ના કહેવાય...આપણે તેના જેવુ ખરાબ બનવુ નથી..સમજી બેટા
આ વાતચીતનો સમય ઘણોજ વિતી ગયો આજે એજ છોકરી બે બે મોબાઇલ લઇ ને ફરે છે. કયારેક હાથમાં એકાદ સિગારેટ પણ પીતી જોવા મળેછે ને રોજ નવા નવા યંગ છોકરાઓની બાઇકો પાછળ બેઠેલી દેખાતી હોયછે...આજે એજ મા તેની છોકરીને આમ જોઇને પોતાનો જીવ બાળેછે...ને વિચારે છે કે લોકોને કહેલા મહેણાં ગમે ત્યારે પોતાના જ ઘરમાં આવતા હોયછે.
મારી બેબી બીજલનો સ્વર્ગવાસ થયે ઘણા વરસ વિતી ગયા...પણ હાલ તે છોકરીને હાથમાં બે બે મોબાઇલ વાપરતા જોઉ છુ ત્યારે તેની ઉપર મને નફરત તો નથી થતી પણ એ વિચારે મારી બેબીની યાદ જરુર મને આવી જતી હોયછે.
દરેક ને સમય સાથે તાલ ને સુર મેળવવા જ પડતા હોયછે. ને આજના આવા ગંભીર સમયમાં મોબાઇલ એટલે આપણી ખાસ સલામતીનું એક હાથવગુ હથિયાર જ કહેવાય.