જરા તો તમે , દિલને પામી રહો ને;
કસમ છે જરા દિલ, થામી રહો ને;
ચટાકો જ મનને, બહિર્મુખી વૃત્તિમાં,
મનન અંતરંગી એ, જામી રહો ને;
કરો છો વકીલાત, દુનિયામાં સદાએ,
ખૂદીને જ ખૂંદો , દિલ ઠાની રહો ને,
ભીની છે જ ભાવે, રુહાની અમાનત,
મનાવે જો મન તો , અમાની રહો ને;
છે આનંદ અંતર માં , રાગી સદાયે,
એ ચિંતન કરીને , દિલ ગામી રહો ને;