વાત ગળે ઉતરી જાય, એવી વાત કર,
સમજદાર સમજે વાત, એવી વાત કર;
મફતમાં જોઈએ છે, કશુંક આપ્યા વગર,
ધડો થાય પોતાની જાત, ,એવી વાત કર;
નીકળી પડ્યો છે, દિલ માંગવા દિલદારનું,
ફના થવા ફિતરતની ભાત,એવી વાત કર;
પ્રકૃતિમાં પ્રેમ છે , ત્યાગના સત્ય સ્વરૂપ માં,
કુદરતી ન્યાયે છે ન્યારી વાત એવી વાત કર;
આનંદ ને મોજ મસ્તી માં,રહેવું હોય સદાય,
દુઃખીના દર્દ બાંટવાની વાત, એવી વાત કર;