#ચહેરો
તારા કદમો ની આહટ , ક્યાંક રોકાઈ જાય છે,
ખૂશ્બુ તારા તનમનની, ક્યાંક રોકાઈ જાય છે
બહુજ શર્મિલી છે કળીઓનુ ખીલવા નું અહી,
ઝાકળ ભીનાં ફન માં, ક્યાંક રોકાઈ જાય છે ;
બાહો માં લઇ લીધો છે, દિલરૂબાની વસંત જેમ
નજાકત એની ચમન માં, ક્યાંક રોકાઈ જાય છે;
છે સવાર સુનહરી મસ્તીથી, ભરપુર ગજબ ની,
ઠંડી લહેરાતી ગગનનમાં, ક્યાંક રોકાઈ જાય છે;
ચમકદાર છે ચાંદ જેવો ચહેરો સાફ આઈનો જ,
આનંદ અંતર્મનનો અહીં,ક્યાંક રોકાઈ જાય છે;