સારું લખ્યું હોય તો સચવાય કાગળ આપણો,
કાં પછી તો ધૂળમાં, ખડખાય કાગળ આપણો.
હોય નફરત આપણી, છે ઉતરે કાગળનાં પર,
પગને આડે આવતાં અથડાય કાગળ આપણો.
સાચું ખોટું એ શું જાણે, ક્યાં સમજ ને લાગણી?
વેદનાં નીચે જતાં, કચડાય કાગળ આપણો.
આપણાં સ્મરણને કાજે હોય રાખ્યા સાચવી,
યાદ સૌની આપતાં અટકાય કાગળ આપણો.
છે નવા જૂનાં બધાં ઘાવો અમોને સાચવે,
ઝંખના હોતે વખત મચડાય કાગળ આપણો.
કે ભલેને ના પહોંચી આપણે ગામે પરત,
હોય ગામે ગામ બસ વખણાય કાગળ આપણો.
એક કાગળ હોય છે તાકાત એવી અક્ષ કે,
સાચું છાપ્યું હોય તો પડઘાય કાગળ આપણો.