હજુ જીવન બાકી છે !
જીવન હજુ અડધુ થયું,
પુરી જીંદગી જીવવા હજુ જીવન બાકી છે !
સંબંધો મા કયાંક કડવાશ હશે,
પણ મીઠાસ ભરવા સંબંધમાં હજુ જીવન બાકી છે !
અડધી જીંદગી એકલા જીવ્યો હું,
દરેક ક્ષણ માણવા તારી સંગાથ હજુ જીવન બાકી છે !
માં-બાપ નો પ્રેમ મેળવી,
તેનું હવે ઋણ ચૂકવવા હજુ જીવન બાકી છે !
સ્વાથૅી થઈ દોલત માટે દોડતો રહ્યો,
પણ નિસ્વાથૅી બનીને વાપરવા હજુ જીવન બાકી છે !
હવે કહે છે સમજીને 'ચેતન' તુજને,
ભગવાન નું ભજન કરવા હજુ જીવન બાકી છે !
*** ચેતન ***
✍️મારી કલમે✍️