નાના-મોટા અનુભવોના
પગથિયા બનાવી ચડવાથી
શિખરની ટોચ પર પહોંચાય.
જ્યારે ઊંચી છલાંગો મારી,
ચડવાથી શિખરની ટોચે થી
ઉંધે કાન નીચે પછડાય,
અનુભવીની નાવમાં બેસીને
સાગર પાર કરી શકાય,
બિનઅનુભવી નું જહાજ
મધદરિયે ડૂબી જાય.
વડીલો ના પગલે ચાલી,
પગથિયાં ચડવાથી,
ઊંચાઈને આંબી જવાય
અને હલેશા રૂપી આંગળી પકડી,
ભવસાગર તરી જવાય.
#અનુભવવું