નૂરાની વસ્તિથી ઉતરી ,આવ્યો ખ્યાલ છે,
બેઅંદાઝ, બેબયાન ખૂબસૂરત ખ્યાલ છે:
પારકા પણાની ભાવના થી પર સદાય છે,
ફિતરત એની ફક્ત ,ફના થવાનો ખ્યાલ છે;
સુકુન છે કમાલ દિલમાં, અસર હકીકતમાં,
નૂરાની નજરનો જ , જાદુ ભર્યો ખ્યાલ છે;
ઈતમિનાન છે આપમાં, પહોંચી આસમાને,
હોંશ ને બુલંદી માં,ખૂશ કિસ્મત ખ્યાલ છે;
બેકિતાબી લિખાવટ છે, આંખ નો ઈશારો,
આનંદની પહેચાન, ,સહ્દયતા નો ખ્યાલ છે;
=========================