સદૈવ વહેતા રહેવું,
નિત નિરંતર એ,
આનંદ રૂપે,
મન, વચન કર્મથી જ,
વર્તમાન હોવું,
આનંદ રૂપે,
વિલસી રહો , ચૈતન્યમય,
સંવેદના ઠાલવી ને,
આનંદ રૂપે,
પ્રેમ ના સ્પંદનો માં હૂંફ ને,
કોમળ સંસ્પર્શ માં,
આનંદ રૂપે,
સદૈવ દ્ષ્ટિ નૂર થી ભરપૂર,
દ્વૈત ભાવે, યુગલ માં,
આનંદ રૂપે,
તદ્રૂપ તન્મય, થઇ ખુદમાં,
જીવન નિર્વાહ કરવો,
આનંદ રૂપે
===============