શું કયાંય હોય છે અાવા વસ્ત્રો?
સુંદર ભવ્ય સાડી માત્ર એક લાંબો પટ્ટો
નારીનાં સોદયૉ ને વધારે પણ છે
અને છુપાવી પણ રાખે છે
માતા ભરે મમતાની છાયા,
ઘુંઘટ અને પલ્લુની નવ ફૂટની
ભારતીય મહિલાની પારંપરિક સાડી.
તેને બનાવવાની, વણાટવાની અને પહેરવાની અસંખ્ય રીતો.
કોઈને કોઈવાર દરેક નારી
દિલથી સાડી પહેરે છે
કોઈ કહે છે -
વિદેશી વસ્ત્રો સ્ત્રીનાં અપમાનનું કારણ છે
પણ ચીરહરણ ત્યારે પણ થતું હતું
અત્યારે પણ થાય છે
સમસ્યા વસ્ત્રોમાં નહિ માનસિકતામાં છે
આધ્યાત્મિક કહેવાય છે ધોતી - સાડી થી
પરંપરા ની ઓળખાણ
પુરુષો તે ભૂલી રહયા છે
પરંતુ કેવી રીતે સાડી પહેરવી એમાં આજ નારી ગૂંચવણમાં છે.
#ભવ્ય