નાત જાત હું ન માનતો
પણ મારી ખમીર વંતી છે જાતિ
હું તો ગૌરવંતો ગુજરાતી
સવારે ખાતો જલેબી ફાફડા
સાથે લેતો ચા ની ચુસ્કી
હું તો ગૌરવંતો ગુજરાતી
જમી ને મુખવાસ માં લેતો
પાન મસાલા ને ફાકી
હું તો ગૌરવંતો ગુજરાતી
ખરીદી માં કરતો ભાવ તાલ
પણ ન રાખતો કોઇ નું બાકી
હું તો ગૌરવંતો ગુજરાતી
ઘર ખર્ચ માં કરતો કરકસર
દાન કરતો મન મૂકી
હું તો ગૌરવંતો ગુજરાતી
પહેરતો ભલે શુટ બુટ
પણ બાંધતો માથે પાઘડી રાતી
હું તો ગૌરવંતો ગુજરાતી
ખુમારી માં જીવન જીવતો
હરતો ફરતો મોજ થી
હું તો ગૌરવંતો ગુજરાતી
વેરઝેર માં કદી ન માનતો
નિભાવતો સબંધ ખરા દિલથી
હું તો ગૌરવંતો ગુજરાતી
બોલી હું બધી બોલતો
પણ રહેતો લહેકો ગુજરાતી
હું તો ગૌરવંતો ગુજરાતી
..... વિ. મો. સોલંકી "વિએમ"