યાદ છે કે મન મોડી રાત સુધી કોઈ ની યાદો માં જાગતું
ને સવાર થતાં જ જાણે કે તેના દિદાર માટે એ ભાગતું,
બહાનું કોઈ પણ હોય એ માત્ર તે ચહેરો જોવા માંગતુ
થાય આંખો થી જરા પણ દૂર તો મન ક્યાય ના લાગતું,
સારા સમયે સાથે રહ્યા બહુ અને કરી બહુ પ્રેમ ની વાતું
સંજોગો એ કર્યા જુદા ભલે પણ નથી આ વિરહ સહેવાતું,
આજે વર્ષો બાદ હશે "એ" ખુશ અને લાગે છે બધું ગોઠવાતું
અહીંયા તો માત્ર સુવે છે આંખો ને મન જાગે છે રાતો ની રાતું.
✒️...આશુ