#આનંદ
========================
બે- જાન તો નથી જ, મારી હસ્તિ દુનિયા,
દર્દ એ ગમ અહેસાસ , મને પણ હોય છે;
જખ્મો હોવા વ્યાજબી છે જ , યુધ્ધ માં,
મલમી રુહ નો વિશ્વાસ, મને પણ હોય છે;
કદી માગ્યું જ નથી ,મતલબી થઈ ને અમે,
આપી દેવા ની હાશ ! , મને પણ હોય છે;
મારી અહેમિયત , તો કશું જ નથી અહીયા
જિંદાદિલી દિલ માં ખાસ ,મને પણ હોય છે;
હું જ તુટી ને વિખરાઈ ગયું છે, મહોબત માં
રુહાનિયત માં જ આનંદ, મને પણ હોય છે;