( તારા વિના નું જીવન )
વાત છે ત્યાર ની જ્યારે વહેતા નદીઓ નાં નીર ભરપુર
હતો નશો જવાની નો,અને સાથે પ્રેમ પણ હતો ભરપુર,
કાયમ રહેતા સાથે અને રેલાતા હતા લાગણીઓ નાં સુર
સ્વપ્ન માં પણ નહિ વિચારેલ કે થાશું એક મેક થી દુર,
એના હતા સ્વપ્ન ઘણા અને હતી એ પ્રેમ માં એકદમ ચૂર
કાયમ કહેતી,થશે આપણા વિવાહ અને હશે માંગ માં સિંદુર,
અકાળે સંજોગો એવા સર્જાયા ને થયા હૈયા એકમેક થી દુર
શાંત વહેતા વહેણ માં જાણે અચાનક જ આવ્યું ભયંકર પુર,
કહે "આશુ" ભલે એ નથી આજે સાથે અને છે ભલે ને દૂર
પણ જીવન જીવવા માટે પૂરતી છે તેણે આપેલી યાદો મધુર.
હિમાંશુ "આશુ"