#આનંદ
મનમાં વિશ્વાસ , જગાવતો આ જંગ છે,
ભાવ ને લાગણી માં, જીંદગી નો રંગ છે;
સરકી રહ્યા છે, સ્વપ્ન બનીને, ચાહતમાં,
રાહત નો એક વિશ્વાસ , દિલમાં અંગ છે;
કદી વિચાર્યું જ નથી, મંઝિલ ક્યાંક હશેને,
રાહબર બની ચાલવાનું, દિલમાં ઉમંગ છે;
વિસ્તરી રહ્યાં છે, તૃષ્ણાના પડછાયા અહીં,
ને મોજમસ્તી ઉલ્લાસ , જીંદગી નો ઢંગ છે;
સુખદુઃખ, લાભહાનિ,ઉહાપોહ ક્યાંક વળી,
આખરે આનંદ અંતર્ગત ચૈતન્યમાં બેરંગ છે;