સીમા માં અસીમ ને, બાંધી શકાય , છે ક્યાં સુધી,
અનંત તો નિર્બંધ છે, બાંધી શકાય , છે ક્યાં સુધી.
ખોવાઈ ક્યાં ગયો છે, તું આ દ્રશ્ય પ્રપંચ દુનિયા માં,
માયા નો સંબંધ છે. ,રાખી શકાય , છે ક્યાં સુધી.
ફેલાઈ રહી છે ફોરમ , મધુર ખીલેલા પુષ્પો ની અહીં,
નફરત ભાવના અકબંધ, સાંખી શકાય છે ક્યાં સુધી.
અનાસક્તિ યોગ છે, કર્મ રહસ્ય ને પામવા જ અહીં,
આસક્તિ પુર્ણ સંબંધ, પામી શકાય , છે ક્યાં સુધી.
દિવ્ય સ્વરૂપ આત્મા નું છે , દિવ્યતા ના આચરણ માં,
દુનિયા દર્પણને અંકબંધ, રાખી શકાય, છે ક્યાં સુધી