છે નિરાલા ગુજરાતી અમે
પોતાની મોજમાં રહીએ છીએ,
ગુજ્જુ ગુજ્જુ કરે દુનિયા બસ એ જ અમે ગુજરાતી છીએ.
મીઠી અમારી બોલી છે
તો લોહી અમારું વ્યાપારી છે
ગુજ્જુ ગુજ્જુ કરે દુનિયા બસ એ જ અમે ગુજરાતી છીએ.
હાંડવો ઢોકળા ખાઈને બસ અમે અમારી મોજમાં રહીએ છીએ
નામની વાત ન કરો યારો ટાટા બિરલા અંબાણી જેવા પણ તો અમે જ છીએ.
ગુજ્જુ ગુજ્જુ કરે દુનિયા...
અમારો અલગ સ્વભાવ છે
અમે આખો ઈતિહાસ બદલીએ છીએ
પૈસાનો ઘમંડ ના બતાવો યારો
પૈસા પર છપાયેલા પણ અમે તો ગુજરાતી જ છીએ.
ગુજ્જુ ગુજ્જુ કરે દુનિયા...
દેશ-વિદેશ ફરીએ છે પણ પોતાના ગુજરાતને હંમેશા યાદ કરીએ છીએ
ફોરેનમાં પણ ગરબા રમી અમે તો અમારી સંસ્કૃતિ સાચવીએ છીએ.
ગુજ્જુ ગુજ્જુ કરે દુનિયા બસ એ જ અમે ગુજરાતી છીએ.
-DJC✌️
#selfwrittenpoem