સતત અગન, સખત જલન. વખત વખત, સખત જલન.
પલક જપક, સખત જલન. ફલક તલક, સખત જલન.
સતત તરસ, સખત તલપ, સતત તડપ, સખત જલન.
ફકત કવન, ફકત ગઝલ, સતત મનન, સખત જલન.
પરમ ધરમ, કરમ ભરમ, સતત ભરમ, સખત જલન.
કલમ મલમ, ન કર મલમ, સતત કથન, સખત જલન.
ન કર શરમ, ન કર અરજ, સતત નમન, સખત જલન.
ડગર ડગર, લઘર વઘર, સતત રમત, સખત જલન.
અગર જતન કરત સનમ, સતત કસમ, સખત જલન.
કશક લગન, કશક મરણ, સતત કસક, સખત જલન.
વરસ વરસ, પ્રણય તલક, સતત જલન, સખત જલન.
- અક્ષ ધામેચા
નાની ઉંમર માં દિલ તૂટે છે આજકાલ, એવા બાળકો માટે અને
જે લોકો ગુજરાતી ભાષા શીખે છે વાંચતા લખતાં, એમના માટે.