તું જ પૂનમ ની ભરતી ને તું જ અમાસ ની ઓટ,
તને જોતા જ હું થઈ ગયો હતો તારા પ્રેમ માં લોટ-પોટ,
ત્યારે તો તને મારા માં ના દેખાઈ હતી કોઈ ખોટ છતાં અંતે તે આપી મારા હૃદય ને ઊંડી ચોટ,
મને એમ હતું કે તુ આવશે ને ચાળશે મારા ઘરે લોટ
પણ તે તો પ્રેમ મધદરિયે ડૂબાવી મારી બોટ,
તારા માટે મારી અપેક્ષાઓ અને ધારણાઓ હતી સચોટ પણ તારી પ્રેમ લાગણીઓ હતી જેમ કે પરપોટ,
હવે હંમેશા આપણો સંબંધ રહેશે અસ્પષ્ટ કારણ કે તે આજ સુધી ના કરી પ્રેમભંગ ની ચોખવટ,
હવે સાથે નહીં થાય આપણા હૃદય તટ ભલેને હોઈએ ગમે એટલા નિકટ,
મારો પ્રેમ હતો અખૂટ અને વિશ્વાસ હતો અતૂટ એટલે જ તો હું કહેતો હતો કે તું જ મારી પૂનમ ની ભરતી ને તું જ મારી અમાસ ની ઓટ.