મળી વખતોવખત પીડા, વળી સખતોસખત પીડા!
કહે આખું નરક પીડા, સહે આખું જગત પીડા.
અગર હોતે તમારો સાથ ના હોતે કદી પીડા,
વગર સાથે તમારાં હો છે ફકત પીડા સતત પીડા.
વિરહની વેદનામાં હોય તપતા હોય ધગતા એ,
ના જાણે ક્યાં ગજાની પીડા, મજાની છે ભગત પીડા.
મળે ઉપહાર નાં કોઈ, કરે ઉપહાસ સૌ કોઈ!
અનાદરથી કરે સ્વાગત, સહન બ્હારે રમત પીડા.
વચન ખાતર મરણ તો છે સહજ, છે અઘરું જીવન કે,
નથી કાંઈ મરણ પીડા, ખરી જીવતેજીવત પીડા.
- અક્ષ