મૂક દ્રષ્ટિ આરપાર બોલી જાય છે
ને હોઠ ફફડી ને, ચૂપ થઈ જાય છે
ગજબનો પરિહાસ ને પરિભાષા છે,
પ્રણયની સંવેદના મૂક થઈ જાય છે.
રહસ્યમય અંદાજ છે,અનુરાગ માં,
રાગ વિરાગ ,વિતરાગ થઈ જાય છે;
શરણાગત છે, હયાતિ હવે ક્યાં રહી,
વજૂદ વગરની જીંદગી થઈ જાય છે;
આનંદ અનંત, અનુરાગ છે એટલે જ,
દ્વૈતમાં યુગલરૂપ, અદ્વૈત થઇ જાય છે;