શબ્દની ગતિ જ રુંધાય છે,
ફોગટ ફેરા , અહીં થાય છે;
કોણ સમજાવે, મૂલ્ય એનું,
નિર્ણય અજ્ઞાનમાં લેવાય છે;
દર્દ ને ઝખ્મો છે, હ્દયે એના,
ને ખરેખર ટૂંપોજ, દેવાય છે,
વાચા વિહીન, સ્તબ્ધતા માં,
મૌન જ ,અહીં ચાડી ખાય છે;
દ્રશ્ય પ્રપંચ,દુનિયાદારી અહીં,
શબ્દ સાધુને,અન્યાય થાય છે;
મલકતા સુકોમળ, ઝાકળ ભીનાં,
સુર્યના સાનિધ્યે , બાષ્પ થાય છે;