આંસુઓ ને વહેવાની, આદત છે યારો,
જજબાત ની રહસ્યમય જાળ છે યારો;
મસ્ત વસંત ઋતુ માં, મ્હોરી છે મંજરી ને,
પતઝડની અનુભૂતિ ની ઘટમાળ છે યારો;
વસંત માં હોય રૂસણા, મનામણાં કરીલો,
વીત જશે પળવારમાં , દિલમાં ફાળ યારો;
દસ્તૂર છે દિલ્લગી નો, પ્રેમની પરાકાષ્ઠા માં,
નામ દિલમાં અનંતપ્રકાશ, કંઠમાળ છે યારો;
આનંદ સહજ વીતી જશે, કાળના પ્રવાહમાં,
આયખું માનવનું શ્વાસની, ઘટમાળ છે યારો;