હું પથ્થર છું, એટલે ચુપ રહું છું.
હું પથ્થર છું, એટલે બઘું સહુ છું
પગની ઠોકરો,પાણીનો પ્રવાહ,
તોડવા માટે હથોડાના, સતત પ્રહાર ને
એ શિલ્પકાર, તને નમન છે.
બનાવ્યા છે, તે મારામાંથી કેટલાય મહેલો.
મને તો પથ્થર બનાવે છે પ્રકૃતિ.
પણ તું બદલી નાખશ મારી સંપૂર્ણ આકૃતિ.
આપશ મને ભગવાનનો દજૉ.
પૂજે મને તમારી સંસ્કૃતિ,
કયાંક રામ, તો કયાંક શ્યામ
તે મારામાં દશૉવ્યા છે.
મારા હિસ્સામાંથી ચારધામ બનાવ્યા છે.
હથિયારોથી કપાય ને, પોતે જ,
બનું છું હથિયાર,
મંદિર, મસ્જિદ, ચર્ચ
બધાનો આધાર બનું છું હું,
સ્તર બની ઈમારતોના,
ઉઠાવી લવ છું ભાર,
સમુહ બની, રામ-લખનને
કરાવ્યો સાગર પાર.