ફરી ફરી ને તારી યાદ થઈ આવી અડધી રાતે,
આંખેથી અશ્રુ વરસાદ થઈ આવી અડધી રાતે.
સજવ્યા હતાં સપનાં જે ખુલ્લી આંખથી,
હકીકતમાં એ બાદ થઈ આવી અડધી રાતે.
અધુરી ઈચ્છાઓ ને સ્વપ્નો જો ટળવળે ઘણાં,
મારી ગઝલમાં એ દાદ થઈ આવી અડધી રાતે.
ઘોર અંધકારે ગુંજે આજે પણ આવાજ તારો,
આ વિરહ વેદના નાદ થઈ આવી અડધી રાતે.
યાદો, વાતો, ને અધુરી મુલાકાતો સાથે સાથે,
એ અધુરી રાત વિવાદ થઈ આવી અડધી રાતે.
તરૂ મિસ્ત્રી..