લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે,
આ માણસ બરાબર નથી.
ગણે છે ને ઓછી પડે તો લડે છે,
આ માણસ બરાબર નથી...
સમી સાંજ દરિયાકિનારે જવું,
તોયે દરિયા તરફ પીઠ રાખી,
એ લોકોને,ગાડીને જોયા કરે છે,
આ માણસ બરાબર નથી...
સુંદરતા જોવી ગમે છે, સહજ છે,
પણ સૌની દ્રષ્ટિમાં છે ફેર,
એ જોવાની આડશમાં રીતસર ઘૂરે છે,
આ માણસ બરાબર નથી...