બાપ દીકરા ની જોડી ; ન તોડી શકે કોઈ...
બાપ દીકરા વચ્ચે નો સબંધ કેવો હોય છે ખ્યાલ છે આપને !! બંને એકબીજા માટે કેટલું કરી છૂટવા તૈયાર હોય છે એ પણ એક બીજાને કહ્યા વગર...
એક પિતા પુત્રની આ વાત છે.પુત્ર જ્યારે અગાસી પર બેઠો હતો પાછળથી તેના પપ્પા એ આવી એના ખભા પર હાથ મૂકી પૂછ્યું , "તને તારા જીવનના ભવિષ્ય અંગે કેટલું ટેન્સન ?" પુત્ર એ કહ્યું -" જરા પણ નહીં " આ સાંભળી એના પિતા ચોકી ગયા આ શું બોલી રહ્યો છે તું....એના પપ્પા એનાથી થોડા ગુસ્સે થઈ દૂર ગયા ફરી વાર બોલ્યા કે હજુ પુછું છું કેટલી ફિકર છે તને તારા ભવિષ્ય અંગે....પછી પુત્ર એ કહ્યું કે પપ્પા હવે સાચે ખૂબ ચિંતા થઈ રહી છે...પપ્પા ને આ બે વાક્યો વચ્ચે ભેદ ના સ્પષ્ટ કરી શક્યા બન્ને અલગ જવાબ નું કારણ પૂછ્યું પુત્રને તો પુત્ર એ કહ્યું....પહેલી વખત તમે મને પૂછ્યું ને ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો...અને બીજી વાર તમે દૂર થઈ ગયા...તમે પપ્પા જ્યાં સુધી મારી સાથે છો કે તમારો આશીર્વાદ રૂપી હાથ મારા પર છે ત્યાં સુધી હું કોઈ પ્રકારે કંઈજ ટેન્સન લેવા નથી માંગતો...બસ પપ્પા તમેં હંમેશા મારી સાથે રહેજો હું બધેજ લડી લઈસ...કારણકે મને ખબર છે પપ્પા કે જો હું બધું જ જવાબદારી પૂર્વક કામ કરવા લાગીસ ને તો મને તમારી પાસે જે બાળક બની ને રહું છું એ વસ્તુ ગુમાવી બેસીસ મને એ પહેલાં જેવો પ્રેમ જવાબદારી સ્વીકાર્યા પછી નહિ મળે.....એટલે આપણાં જીવન માં કૈક આવું જ હોય છે કે જેમાં આપણે જ્યાં સુધી પપ્પા છે ત્યાં સુધી કઈ જ જવાબદારી લેવાની તસ્દી નથી કારણકે બસ એમની હાજરી માં બાળક જ બનવું છે...શુ કરવું બધી જવાબદારી લઈ ને બસ ક્યારેક એમ જ થાય કે કાશ સમય ની ઘડિયાળ ને ફેરવી ને પાછળ જઈ શકાત....
થશે તો એજ જે #નિયતિ માં લખ્યું હશે પણ એક વખત આપણાં પપ્પા સાથે જીવન માણી લેવું જોઈએ..😊🙏
#પિતાપુત્રનીજોડી
#પિતાપુત્ર
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#AP
#નિયતિ