આજે જૂના સંસ્મરણો નો ચોપડો ખોલ્યો
કંઇ કેટલાય ચિત્ર આંખ આગળ છવાયા
બાળપણ ની યાદો ના પાનાઓ ખુલ્યા
કેટલીય ના ભૂલાયેલી
સચવાયેલી વાતો
નજર સામે છવાતી ગઈ
ગઈકાલ ને આજ માં
લઈ આવવા ની કોશિશ માં અસી
નિયતિ ના હાથ ની કઠપૂતળી બનતી
એમજ, હથેળી ની રેખા માં ખોવાતી ગઈ!!
#નિયતિ