હું ને તું પ્રકૃતિનાં નિયમે ઘડયાં,
નિયતિ મરજીથી આપણે મળ્યા.
ક્ષિતિજે દરિયે હું ને તું ભેગા થયા,
સંધ્યા ટાણે એકબીજામાં ભળ્યા.
પ્રેમ પામવા પ્રયત્નો કર્યા'તા ઘણા,
કરેલાં વ્રત-તપ આપણાં હવે ફળ્યા.
શોધી રહી દુનિયા તને અને મને પણ,
હું ને તું તો એકબીજામાં જ જડ્યા.
સમજદારી તો બન્નેમાં હતી ભરપૂર,
છતાં,સંજોગે આપણાને ઘણાં છળયા.
સમાજ સામે નિયતિ પણ હારી ગઈ,
છુટા પડતી વેળા હું ને તું ઘણું રડ્યા.
એક બીજાને ખુશ જોવા માટે જ,
આપણે આંખેના આંસુને વાળ્યા.
મુક્તિ લાડ..