હેલો મિત્રો,
શુ ખરેખર કોઈ જાદુ હોઇ છે? શુ ખરેખર જાદુગર જાદુ કરતો હશે? આવા અનેક પ્રશ્નો બધાં ના મનમાં થતા હશે. થાય પણ ખરાજ ને! કારણ કે , જ્યારે આપણે નાના હતાં ને ત્યારે આપણે અમુક જાદુ કરતા જાદુગર જ જોયેલા હોઇ છે. પરંતુ ખરેખર એ કોઈ જાદુ નથી કરતો પણ તે બધી તેની હાથ ની કરામત હોઇ છે.
હજુ ઘણાં લોકો અંધશ્રધ્ધા મા માનનારા છે. હુ એવું નથી કહેતો કે ઇશ્વર નથી. હા ઇશ્વર પણ છે એ વાત પણ સત્ય છે. પરંતુ જાદુ છે એ વાત અશક્ય છે. નાળિયેર માંથી ચૂંદડી કાઢવી, મંત્ર બોલી ને દીવો પ્રગટાવવો, બોક્સ મા પુરાયેલા બાળક ને ગુમ કરવો શુ તમે આ બધા ને જાદુ માનો છો??
ના મિત્રો આ કોઈ જાદુ નથી આની પાછળ વિજ્ઞાન અને તેને રજુ કરનાર જેને આપને જાદુગર કહીએ છીએ માત્ર તેની હાથ ની ચાલાકી છે.
પેલુ એક સંજય દ્ત નું bollywood ફિલ્મ છે ને "વાહ લાઈફ હો તો ઐસી" જેમા શાળા મા એક પોગ્રામ આયોજન કરવા આવે છે. જેમા ભાગ લેનાર વિધાર્થીઓ એ પોતાની તરકીબ બતાવવા ની હોઇ છે. તેમાં એક ઈશાન નામ નો જે બાળક છે. જેમના બને હાથ બાંધી ને લોક લગાવી દેવામા આવે છે. જેની ચાવી બહાર રાખવા મા આવે છે, અને પેલા છોકરાં ને પેટી મા પુરી દેવામા આવે છે. તેમ છતા જ્યારે તે બહાર આવે છે ત્યારે તેના હાથ મા જે સાંકળ હતી જેમા લોક માર્યો હોઇ છે તે લોક ખુલ્લો હોય છે. તેની પાછળ નું કારણ એ હતુ કે તે તાળા ની બીજી ચાવી તેનાં મુખ મા છુપાવેલી હોઇ છે. જેનાથી લોક ખુલ્યો હોય છે. તો શુ આને જાદુગરે કરેલ જાદુ કહેવાય કે તેની હાથ ની કરામત.
આવા તો અનેક જાદુ ના પ્રયોગો હોય છે. જેને આપણે જાદુ કહેતાં હોઇએ છીએ. આમ અંધશ્રધ્ધા ફેલાતી હોઇ છે. માટે આવી અંધશ્રધ્ધા થી મા ના માનો એટલી જ આપને વિનતી છે. તેમજ આપણાં દેશ મા જે લોકો હજુ અંધશ્રધ્ધા ની ઝકડ મા છે તેમને યોગ્ય માર્ગદર્શન આપી ને આપણાં દેશ ને અંધશ્રધ્ધા મુકત બનાવવા નો સંકલ્પ કરીએ.
વધુ તો કહી નહીં કહેતાં હુ મારી વાત ને અહિયાં પુર્ણ કરું છુ. અને જો તમને આમાં કોઈ મારી ભૂલ અથવા કોઈની લાગણી દુભાય એવા શબ્દો નો પ્રયોગ થઇ ગ્યો હોય તો દિલ થી માફી સાહુ છુ.
જય હિન્દ જય ભારત.