*જો માસ્ક પહેરવાનું કાયમી બની જાય તો શું શું થાય?*
1. લિપસ્ટિક, ફોઉન્ડેશન, ક્રિમ વાળાની કંપની બંધ થઇ જાય..
2. મેકઅપમાં ફકત કાજલથી જ કામ ચાલી જાય..
3. સેલ્ફી પ્રેમીઓની હાલત ખરાબ થઈ જાય..
4. ફ્લાઇંગ કિસ કરવાની પ્રથા બંધ થઈ જાય..
5. સ્ત્રીઓની હાવભાવથી વાત કરવાની કલા ધીમે ધીમે લુપ્ત થઈ જાય અને "આંખોથી લઈશું કામ"ની કલા સમૃદ્ધ બને..
6. સાડીમાં માસ્કનું કપડું પણ બ્લાઉઝની જેમ જ અલગ આપવા માંડે.. ને તે પણ મેચિંગ કે કોન્ટ્રાસ્ટમાં..
7. ડિઝાઈનરને પોતાની કારીગરી બતાવવાનો એક વધુ અધ્યાય મળે..
8. દરજીઓને માસ્ક બનાવવાની વેઠ વધે..
9. પુરુષોના માસ્કમાં સિગારેટ માટે કે માવો થુકવા માટેની વ્યવસ્થા દરજીએ કરવી પડે..
10. પુરુષોને દાઢી બનાવવાની કે દાઢી ટ્રિમ કરવાની જંજટ જ દૂર થાય..
11. ઘરોમાં ચાવીની જેમ જ માસ્ક માટે પણ દીવાલ પર હોલ્ડર મૂકવું પડે..
અને છેલ્લે અગત્યનું..
12. સ્માઈલ આપીને 'કેમ છો?' કહેવાની જગ્યાએ આંખો ઊલાળીને "કેમ છો?" કહેવાની નવી પ્રથા શરૂ થશે..
😉