તારા મળવાની ખુશી એટલી હતી,
છતાં મુલાકાત અધૂરી રહી ગઈ
તારી સાથેની વાતમાં મીઠાશ એટલી હતી,
છતાં હોઠો પર ખારાશ રહી ગઈ
તારી સાથેના સપના પુરા થવાની આશા એટલી હતી,
છતાં આ દિલમાં ક્યાંક નિરાશા રહી ગઈ
તારી સાથેના દરેક ક્ષણમાં વ્યસ્તતા એટલી હતી
છતાં જીવનમાં ક્યાંક એકલતા રહી ગઈ
તારી ખુશીની ખુશી એટલી હતી,
છતાં આંખોમાં ભીનાશ રહી ગઈ
- કિંજલ પટેલ (કિરા)