#આકૃત્તી
માટીના કણે ઘડાણી આકૃત્તી,
નિસ્વાર્થ ભાવે જોડાણી યાત્રી,
પ્રકૃતિ કરે હરપળ અફસોસ,
નથી એની પાસે ભેરુ જેવા સાથી,
ખડખડ અવાજ કરતો સિક્કો,
હસતા રહે મારા ફુલ જેવા મિત્રો,
આંખના ખૂણે પવિત્ર નજરાણું,
દોસ્તો કરે જીવનમાં અંજવાળું,
સહયોગીના ખભે સુખનું રજવાડું,
જોડે બે કિનારા એવો છે મજબૂત સેતુ.