ઇરફાનખાન એટલે એક જાણીતા ફિલ્મ એન્ડ ટીવી સ્ટાર
તેમને લગભગ 100થી પણ વધુ હિન્દી તેમજ અંગ્રેજી ફિલ્મોમાં અભિનય કર્યો છે. બોલવામાં બહુજ ઓછાબોલા પણ જોરદાર ડાયલોગને લીધે તે ફિલ્મ જગતમાં ઘણા જાણીતા હતા.
તેઓ પહેલા ટીવી સિરિયલો કરતા હતા ત્યારબાદ એક ફિલ્મ કરી જે સારી ચાલી તેથી તેમને અનેક ફિલ્મો પણ મળવા લાગી સાથે સાથે હોલીવુડ ફિલ્મો પણ મળવા લાગી,
પણ અચાનક 2018માં તેઓ ન્યુરોએન્ડોક્રાઇન નામના ટયુમરથી (કેન્સર) પીડાતા હતા તેથી તેઓ સારવાર માટે એક વર્ષ લંડનની હોસ્પીટલમાં રહ્યા હતા ને જરાક ઠીક થયા પછી તેઓ 2019માં ભારત પાછા આવ્યા ને વધુ એક "ઇન્ગ્લીસ મીડીયમ" નામની ફિલ્મ પણ બનાવી જે સિનેમા થિયેટરોમાં રિલે પણ થઈ પણ લોકડાઉન થવાથી બે દિવસ પછી થિયેટરો પાછા બંધ થઈ ગયા.
મંગળવાર ના 28 તારીખે તેમને કંઇક શારીરીક પ્રોબ્લમ થવાથી તેઓ મુંબઇની કોકીલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પીટલમાં દાખલ થયા ને તેમને સીધા આઇ સી યુ માં દાખલ કરી દીધા ને આજ રોજ તારીખ 29મીએ સમાચાર આવ્યા કે તેમના નિર્ધન થઈ ગયા.
હમણાં થોડાક દિવસ ઉપર જ તેમના માતાજીનું જયપુર ખાતે અવસાન થયું હતું પણ તેમની ખરાબ તબિયત તેમજ લોકડાઉનના લીધે તેઓ તેમની અંતિમ યાત્રા માં જઇ શકયા ના હતા પરંતુ તેમને તેમની માતાની દરેક વિધી વિડીયોકોલથી જોઇ હતી....
અલ્લાહની મરજી પણ કેવી!
એક જ મહિનામાં મા પછી દિકરો પણ સાથે ચાલ્યો ગયો.
પાછળ ઇરફાનખાને પત્ની ને બે બાળકોને એકલા નિરાધાર મુક્યાછે.