હળાહળ
સુંવાળા પુષ્પોનો બાગ જોઈ હક જમાવશે બધાં.
દૂર રાખવા સૌ ને વાવેલાં કાંટાળા બાવળ જોઈએ.
આગને ઠારવા જરૂર પડે મુશળધાર વરસાદની.
બાકી ઠંડક માટે તો મોતી સમું ઝાકળ જોઈએ.
હોય નાનું બાળક તો ભસવું કુતરાઓનું લેખે વળગે.
બાકી ખંધા શિકારી માટે સાવજ કેરી ત્રાડ વિકરાળ જોઈએ.
જેને જીવિત રહેવું હોય એને જરૂર પડે છે જળની.
બાકી જીંદગીથી હારેલાં ને તો સપનાંરૂપી મૃગજળ જોઈએ.
સમુદ્રમાંથી નીકળેલું અમૃત તો દેવો પી ગયાં શિવાય,
શંકર જેમ પૂજાવા રોજ પીવું થોડું હળાહળ જોઈએ.
-જતીન.આર.પટેલ